4shared Free songs

નર્સરી

પ્રાર્થના

પ્રાર્થના

સિદ્ધક્ષેત્ર એ મારો દેશ છે.
અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન મારા દેવ છે.
પાંચ મહાવ્રતના પાલક સાધુ સાધ્વીજી મારા ગુરૂ છે.
અરિહંત ભગવાનની આજ્ઞારૂપ મારો જૈનધર્મ છે.

હું મારા માતા પિતા તથા વડિલો પ્રત્યે સદા વિનયી રહીશ. હું નિયમિત પૂ. સાધુ-સાધ્વીજીના દર્શન કરીશ. નવકારશી તપ કરીશ મારી રગેરગમાં જૈન ધર્મની ખૂમારી રહેશે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખીશ.

સંસાર છોડવા જેવો છે. સંયમ લેવા જેવો છે. મોક્ષ મેળવવા જેવો છે. આ મારો મુદ્રાલેખ છે. હું મારા ધર્મને ખૂબ ચાહું છું. તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.

જયજિનેન્દ્ર

નમસ્કાર સૂત્ર

નમસ્કાર સૂત્ર

નમો અરિહંતાણં – અરિહંત ભગવંતોને નમસ્કાર હો.

નમો સિદ્ધાણં – સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો.

2 copy

નમો આયરિયાણં – આચાર્ય ભગવંતોને નમસ્કાર હો.

3 copy

નમો ઉવજ્ઝાયાણં – ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર હો.

4 copy

નમો લોએ સવ્વ સાહૂણં – લોકમાં રહેલ સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર હો.

 

એસો પંચ નમોક્કારો -આ પાંચ નમસ્કાર પદ છે, સવ્વ પાવ પણાસણો - તે મારા પાપોને દૂર કરશે, મંગલાણં ચ સવ્વેસિં – આ પ્રાર્થના ખૂબ જ મંગલમય છે, પઢમં હવઇ મંગલં – નમસ્કાર સૂત્રના રટણથી સુખ, શાંતિ અને આનંદ મળે છે.

કવિતા, સંસ્કારદાન, શિશુ શ્રાવક આરાધના 1
સમરો મંત્ર ભલો નવકાર,
એ છે ચૌદ પૂરવનો સાર,
એના મહિમાનો નહિ પાર,
એનો અર્થ અનંત અપાર..સમરો..
સુખમાં સમરો, દુઃખમાં સમરો,
સમરો દિવસ ને રાત.
જીવતા સમરો, મરતા સમરો,
સમરો સહુ સંગાથ..સમરો…
યોગી સમરે, ભોગી સમરે,
સમરે રાજા રંક,
દેવો સમરે, દાનવ સમરે,
સમરે સહુ નિઃશંક..
સમરો મંત્ર ભલો નવકાર,
એ છે ચૌદ પૂરવનો સાર.
સમરો = યાદ કરો, બોલો.
વડીલ માતાપિતાને નમ્ર ભાવે સૂચન…
પ્રથમ એકવાર નમસ્કાર સૂત્ર બોલાવી જ્યાં જે નંબરનો આંકડો હોય ત્યાં નમસ્કાર સૂત્રનું તે પદ બોલતાં શીખવવું. દરરોજ આ ટેબલ બે વાર બોલાવવાથી 10 વાર નમસ્કાર સૂત્ર બોલાશે.

આમ કુલ 11 વાર નમસ્કાર સૂત્ર ગણવાથી..
1. બાળકનું મન આનંદમાં રહેશે
2. ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે.
3. પૂર્વ કર્મ ક્ષય થશે.
4. નવા કર્મ બંધાશે નહિ.
5. જીવનમાં શાંતિ, વિનય આદિ ગુણો વધશે.
6. સાચું સુખ આત્માનું સુખ છે તે સમજાશે.
7. સારી ગતિ મળશે. મનમાં ભાવો શુદ્ધ રહેશે.
8. સંસારનો પાર પામી મોક્ષ મળશે.

1 3 4 2 5
3 1 4 2 5
1 4 3 2 5
4 1 3 2 5
3 4 1 2 5
4 3 1 2 5

પ્ર. 1. જગતનું સર્વ શ્રેષ્ઠ સૂત્ર કયું છે?

જ.1. જગતનું સર્વ શ્રેષ્ઠ સૂત્ર નમસ્કાર સૂત્ર છે.

પ્ર. 2.નમસ્કાર સૂત્રના પદ કેટલા ?

જ.2. નમસ્કાર સૂત્રના પદ પાંચ છે.

પ્ર. 3.પહેલા પદમાં કોને નમસ્કાર કરીએ છીએ ?

જ.3. પહેલા પદમાં અરિહંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ.

પ્ર. 4.બીજા પદમાં કોને નમસ્કાર કરીએ છીએ ?

જ.4. બીજા પદમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ.

પ્ર. 5.ત્રીજા પદમાં કોને નમસ્કાર કરીએ છીએ ?

જ.5. ત્રીજા પદમાં આચાર્યજીને નમસ્કાર કરીએ છીએ.

પ્ર. 6.ચોથા પદમાં કોને નમસ્કાર કરીએ છીએ ?

જ.6. ચોથા પદમાં ઉપાધ્યાયજીને નમસ્કાર કરીએ છીએ.

પ્ર. 7.પાંચમાં પદમાં કોને નમસ્કાર કરીએ છીએ ?

જ.7. પાંચમાં પદમાં પૂ. સાધુ સાધ્વીજીને નમસ્કાર કરીએ છીએ.

પ્ર. 8.પાંચવાર નમસ્કાર સૂત્ર ક્યારે ગણશો ?

જ.8. પાંચવાર નમસ્કાર સૂત્ર સવારે ઉઠીને, ઘરની બહાર જતાં, જમવા બેસતાં તથા રાત્રે સૂતી વખતે બોલીશું.

પ્ર. 9.નમસ્કાર સૂત્ર બોલવાથી શું લાભ થાય છે ?

જ.9. નમસ્કાર સૂત્ર બોલવાથી પાપ ધોવાય, પુણ્ય બંધાય, દુઃખ દૂર થાય, સુખ મળે, દુર્ગતિ ટળે, કર્મ ખપે, મોક્ષ મળે.

પ્ર. 10.અરિહંત ભગવાનના ગુણ કેટલા ?

જ.10. અરિહંત ભગવાનના ગુણ 12 (બાર) છે.

પ્ર. 11.સિદ્ધ ભગવાનના ગુણ કેટલા ?

જ.11. સિદ્ધ ભગવાનના ગુણ 8 (આઠ) છે.

પ્ર. 12.આચાર્યજીના ગુણ કેટલા ?

જ.12. આચાર્યજીના ગુણ 36 (છત્રીસ) છે.

પ્ર. 13.ઉપાધ્યાયજીના ગુણ કેટલા ?

જ.13. ઉપાધ્યાયજીના ગુણ 25 (પચ્ચીસ) છે.

પ્ર. 14.પૂ. સાધુ સાધ્વીજીના ગુણ કેટલા ?

જ.14. પૂ. સાધુ સાધ્વીજીના ગુણ 27 (સત્યાવીસ) છે.

પ્ર. 15. નમસ્કાર સૂત્રના કુલ ગુણ કેટલા ?

જ.15. નમસ્કાર સૂત્રના કુલ ગુણ 108 (એકસો આઠ) છે. (માટે જ માળાનાં મણકા 108 છે)

ભગવાન મહાવીર સ્વામી પ્રશ્નોત્તર

પ્ર. 1. આપણા ભગવાનનું નામ શું છે ?

જ.1. આપણા ભગવાનનું નામ મહાવીર સ્વામી  છે.

પ્ર. 2. ભગવાન મહાવીર સ્વામી કેટલામાં તીર્થંકર છે ?

જ.2. ભગવાન મહાવીર સ્વામી  ચોવીસમા તીર્થંકર  છે.

પ્ર. 3. ભગવાન મહાવીર સ્વામીની માતાનું નામ શું છે ?

જ.3. ભગવાન મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલાદેવી છે.

પ્ર. 4. ભગવાન મહાવીર સ્વામીના પિતાનું નામ શું છે ?

જ.4. ભગવાન મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા છે.

પ્ર. 5. હાલમાં ભગવાન મહાવીર સ્વામી ક્યાં છે ?

જ.5. હાલમાં ભગવાન મહાવીર સ્વામી મોક્ષમાં  છે.

જૈનધર્મ આપણ ને શું શીખવે છે ?

જૈનધર્મ આપણને મેત્રી કરતાં અને શાંતિ રાખતાં શીખવે છે.

ng13a copy

જૈનધર્મ જરૂરિયાતવાળાને મદદ કરવાનું શીખવે છે.

ng13c copy

જૈનધર્મ આપણને બધાં જીવો પ્રત્યે દયા રાખવાનું શીખવે છે.

ng13b copy

આમ જૈનધર્મ આપણને ઘણું બધું શીખવે છે

જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર

ng14a copy

જયજિનેન્દ્ર
આપણે જૈનો એકબીજાને મળીએ ત્યારે
જય જિનેન્દ્ર કહીએ છીએ.
જય એટલે જયજયકાર.
જિનેન્દ્ર એટલે આપણા જિન ભગવાન.
જયજિનેન્દ્ર એટલે અનંત
જિનેશ્વર ભગવાનનો જયજયકાર.

ng14b copy

શિશુ શ્રાવક આરાધના – 2
જૈનમ્ : મમ્મી, મમ્મી જો મામા આવ્યા.
મમ્મી : બેટા મામાને જયજિનેન્દ્ર કહે.
જૈનમ્ : (ઉભા ઉભા) મામા, જયજિનેન્દ્ર.
મમ્મી : બેટા, થોડાં ઝૂકીને, વાંકા વળીને કહેવાનું.
જૈનમ્ : (ઝૂકીને) મામા, જયજિનેન્દ્ર.
મામા : વેરી ગુડ બેટા…!  આવી રીતે રોજ બધાંને જયજિનેન્દ્ર કહીશ તો તારામાં વિનયનો ગુણ આવશે. દરેક વ્યક્તિમાં રહલો એક એક ગુણ આપણાંમાં આવશે. બધાનાં આશીર્વાદ મળે… તો આપણાં બધાં કામ તરત થઈ જાય. ભણવામાં પણ હોંશિયાર બનાય.
તો ચાલો જૈનમ બેટા ! ગીત ગાઈએ…
સંસ્કારદાન
90 ડીગ્રી પર ઝૂકીને બાળકને જયજિનેન્દ્ર કહેતાં શીખવો. આપના ઘરે બહારથી કોઈ મહેમાન આવે ત્યારે તમે પોતે પણ ઝૂકીને જયજિનેન્દ્ર કહો અને બાળકને પણ શિખવો.

જયજિનેન્દ્ર
જયજિનેન્દ્ર જયજિનેન્દ્ર જયજિનેન્દ્ર બોલો
ઊઠ્યા પછી પહેલો શબ્દ જયજિનેન્દ્ર બોલો
સૂતાં પહેલાં છેલ્લો શબ્દ જયજિનેન્દ્ર બોલો….1
મમ્મી, ડેડી, દીદી સાથે જયજિનેન્દ્ર બોલો
ગ્રાન્ડ મધર ને ગ્રાન્ડ ફાધર ને જયજિનેન્દ્ર બોલો….2
અંકલ આન્ટી ઘરે આવે દરવાજાને ખોલો
વિનય પૂર્વક નમ્રભાવે જયજિનેન્દ્ર બોલો….3
ફ્રેન્ડનો જો ફોન આવે લેવાને તમે દોડો
હાય હલ્લો છોડી દઇને જયજિનેન્દ્ર બોલો….4
ભાઈબહેન ઝઘડી પડ્યા ઝઘડવાનું છોડો
હાથ મીલાવી આંખ મીલાવી જયજિનેન્દ્ર બોલો…..5

ગુરૂવંદન સૂત્ર

તિક્ખુત્તો

આયાહિણં

પયાહિણં

JDP logo

સક્કારેમિ

સમ્માણેમિ

કલ્લાણં

મંગલં

દેવયં

ચેઇયં

JDP logo
વંદામિ

નમંસામિ

 

JDP logo
પજ્જુવાસામિ

મત્થએણ વંદામિ

JDP logo

સુખ ની ખાણ-દેવ, ગુરૂ, ધર્મ ની ઓળખાણ

દેવ ની ઓળખાણ

પ્ર. 1 આપણા દેવ (ભગવાન) કોણ છે ?
જ. 1 અરિહંત અને સિદ્ધ ભગવાન.
પ્ર. 2 અરિહંત ભગવાન ક્યાં છે ?
જ. 2 અરિહંત ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં છે.
પ્ર. 3 અરિહંત ભગવાનનું બીજું નામ શું ?
જ. 3 તીર્થંકર.
પ્ર. 4 સિદ્ધ ભગવાન ક્યાં છે ?
જ. 4 મોક્ષમાં છે.

ગુરૂ ની ઓળખાણ

પ્ર. 5 આપણા ધર્મગુરૂ કોણ છે ?
જ. 5 આચાર્યજી, ઉપાધ્યાયજી, પૂ. સાધુ-સાધ્વીજી.
પ્ર. 6 નમસ્કાર સૂત્રમાં તેમનું પદ કેટલામું ?
જ. 6 ત્રીજું, ચોથું અને પાંચમું.
પ્ર. 7 આચાર્ય કોણ છે ?
જ. 7  આચાર (નિયમ) પાળે અને પળાવે તે.
પ્ર. 8 ઉપાધ્યાય કોણ છે ?
જ. 8 ભણે અને ભણાવે તે.
પ્ર. 9 સાધુ કેવા છે ?
જ. 9 અઢાર પાપ અને સંસાર છોડી દીક્ષા લે.

ધર્મ ની ઓળખાણ

પ્ર. 10 આપણો ધર્મ કયો ?
જ. 10 જૈન ધર્મ.
પ્ર. 11 આપણો ધર્મ કોણે બતાવ્યો છે ?
જ. 11 તીર્થંકર ભગવાને.
પ્ર. 12 જૈનધર્મમાં મુખ્યતા શેની છે ?
જ. 12 અહિંસા અને સમતાની.
પ્ર. 13 અહિંસા એટલે શું ?
જ. 13 કોઇ જીવને દુઃખ ન દેવું.
પ્ર. 14 ધર્મ કરવાથી શું મળે ?
જ. 14 સુખ અને મોક્ષ મળે.
પ્ર. 15 જૈન કોને કહેવાય ?
જ. 15 તીર્થંકરની આજ્ઞા પાળે તે જૈન.
પ્ર. 16 જૈન શું ન કરે ?
જ. 16 1. માંસાહાર ન કરે 2. કંદમૂળ ન ખાય 3. ફટાકડા ન ફોડે.

JDP logo
JDP logo
JDP logo

ઉપકારીના ઉપકાર

ng27a copy
ng27b copy
ng27c copy
ng27d copy
સવારે ઊઠીને શું કરશો ?

સવારે ઉઠીને દાદા-દાદી, માતા-પિતા વગેરેને વંદન કરીશું.

સવારે ઉઠીને સર્વેને શું કહેશો ?

સવારે ઉઠીને દાદા-દાદી, માતા-પિતા, ભાઈ-બહેન વગેરે ને જયજિનેન્દ્ર કહીશું.

જયજિનેન્દ્ર શા માટે બધાંને ઝૂકીને કહેવાનું ?

કારણકે—-મમ્મી મારા ઉપકારી છે.
મારા પપ્પા મારા ઉપકારી છે.
દાદા મને ઉપાશ્રય લઈ જાય છે.
દાદી મને વાર્તા કહે છે.
દાદા-દાદી મારા ઉપકારી છે.
તેઓ મને મોટો કરે છે. તેઓ મને ધર્મ શીખવે છે.

તમે મોટા થઈને શું કરશો ?

હું મોટો થઈ મમ્મી પપ્પાની ખૂબ સેવા કરીશ.
મમ્મી પપ્પા કહેશે તેમ કરીશ.
ભાઈ બહેન કે કોઈ સાથે ઝગડો કરીશ નહિ.
તેમની સામે બોલીશ નહિ.
તેમનું બધું ધ્યાન રાખીશ.
આદર્શ જૈન શ્રાવક બનીશ.

મારા ધાર્મિક ઉપકરણો

ng31 copy

 

મમ્મી મારી ટીચર, પચ્ચક્ખાણ સોનાની ખાણ, મહાવીરના સંતાન - ગીત

મમ્મી મારી ટીચર..પપ્પા મારા પ્રિન્સીપાલ
માતા- પિતાએ મને જન્મ દીધો છે.
માતા- પિતાએ મને ધર્મ આપ્યો છો.
માતા- પિતાએ મને નમસ્કાર સૂત્ર શિખવ્યા છે.
માતા- પિતાએ મને આ સરસ પુસ્તક સમજાવ્યું છે.
આવું જ્ઞાન ..તો…સ્કૂલમાં પણ ન મળે…
આવું જ્ઞાન ..તો…થિયેટરમાં પણ ન મળે…
આવું જ્ઞાન ..તો…પાર્ટી અને પીકનીકમાં પણ ન મળે.
માત્ર ટીનીમીની જૈનશાળામાં જાઉં તો ત્યાં જ મળે. બાકી ક્યાં મળે ?
મમ્મી મારી ટીચર..માટે મમ્મી મારી ઉપકારી…
પપ્પા મારા પ્રિન્સીપાલ..
પપ્પા તમે છાપું ન વાંચો.. મને પૂછો…
મને શું આવડે છે ?
હું મારી કવિતા બોલું છું. સાંભળો….
JDP logo

સંસ્કારદાન
પ્રિય વડિલ,
આપના બાળકને દર અઠવાડિયે એક પચ્ચક્ખાણ કરાવો. મહિનાના ચાર પચ્ચક્ખાણ જૂદાં જૂદાં કરાવવાથી સંસ્કાર સુંદર બનશે. ધર્મ શ્રદ્ધા મજબૂત બનશે. પચ્ચક્ખાણ કરાવીને આ ગીત ગવડાવો.

મહાવીરના સંતાન
મહાવીરના સંતાન છીએ
ભાઈ મહાવીરના સંતાન છીએ,
દેવ અમારા અરિહંતોને, ગુરૂ અમારા નિર્ગ્રંથો,
ધર્મ દયા પ્રધાન છે, ભાઈ મહાવીરના..1..
શ્રદ્ધા ભરી છે અંતરમાં ને રંગ લાગ્યો છે રગરગમાં,
નવતત્વોનું જ્ઞાન છે, ભાઈ મહાવીરના…2..
જન્મ્યા છીએ તો ધર્મને માટે,
જીવવું છે તો ધર્મને માટે,
ધર્મ માટે બલિદાન છે, ભાઈ મહાવીરના…3..
જીવવું છે તો ધર્મને માટે, મરવું છે તો ધર્મ ને માટે,
તન, મન, ધન કુરબાન છે, ભાઈ મહાવીરના..4..
JDP logo

Some Riddles

1. નમસ્કારનું પહેલું પદ છે, અમારું વહાલું નામ છે, ગુણ તેમના બાર છે, કર્મ તેમના ચાર છે, બોલો બોલો તે કોણ ?
અરિહંત ભગવાન.
JDP logo
JDP logo
2. નમસ્કારનું બીજું પદ છે. મોક્ષમાં બીરાજે છે,
શરીર, જન્મ કે મરણ નથી, કર્મ રોગ, શોક બિલકુલ નથી.
સિદ્ધ ભગવાન.
3. અરિહંતે બતાવ્યું છે, મોઢા પર દોરાથી પહેરાય છે,
સફેદ રંગનું નાનું કપડું છે, વાયુકાયની દયા પળાય છે,
બોલો બોલો તે કોણ ?
મુહપત્તિ.
JDP logo
JDP logo
4. અરિહંતે સમજાવ્યું છે, દયા પાળતાં શીખવ્યું છે,
ઉનના દોરાનું બનેલું છે. વાંદા, કીડીને બચાવવા બહુ કામનું છે, બોલો બોલો તે કોણ ?
ગુચ્છો.
5. અરિહંતનું કુટુમ્બ છે, ભાગ તેમના ચાર છે,
ચારે આરાધના કરે તો મોક્ષે જાય છે, બોલો બોલો તે કોણ ?
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.
JDP logo

કિસકા ક્યા કહેના ?
1. મસ્તક કા કહના… નમન કરના.
2. આંખ કા કહના…ગુરૂદર્શન કરના.
3. કાન કા કહના…જિનવાણી સુનના.
4. જીભ કા કહના…સત્ય બોલના.
5. હાથ કા કહના….સુપાત્ર દાન દેના.
6. પૈર કા કહના…રોજ ઉપાશ્રય જાના.

જૈનધર્મ આપણને શું શીખવે છે ?

જૈનધર્મ આપણને મૈત્રી અને શાંતિ રાખતાં શીખવે છે તે માટે જૈનધર્મ આપણને મૈત્રી અને શાંતિ રાખતાં શીખવે છે તે માટે
1. હું ગુસ્સો કરીશ નહિ. 1. હું શાંતિ રાખીશ.
2. હું લડાઈ ઝગડાં કરીશ નહિ. 2. હું મૌન રાખીશ.
3. હું ગાળો બોલીશ નહિ. 3. હું સહન કરતાં શીખીશ.
4. હું કોઈની ફરિયાદ કરીશ નહિ. 4. હું બધાં ભાઈ બહેનોને ભાગ આપીશ.
જૈનધર્મ આપણને છકાયની દયા પાળતાં શીખવે છે માટે… જૈનધર્મ આપણને છકાયની દયા પાળતાં શીખવે છે માટે…
1. હું ઘાસ પર ચાલીશ નહિ. 1. હું અચેત (જીવ વિનાની) વસ્તુ ખાઈશ.
2. હું ફૂલ તોડીશ નહિ. 2. હું જીવોની દયા પાળીશ.
3. હું વગર કારણે પાણી ઢોળીશ નહિ. 3. હું બીજાને મદદ કરીશ.
4. હું વગર કારણે લાઈટ, પંખા કે સ્વીચ ચાલુ બંધ કરીશ નહિ. 4. હું બીજાની સેવા કરીશ.
5. હું નવરાત્રી રમીશ નહિ.
6. હું કીડી મકોડાં પર પગ મૂકીશ નહિ.
7. હું કૂતરાંને પથ્થર મારીશ નહિ.
8. હું પતંગ ચગાવીશ નહિ.
જૈન ધર્મ વ્રત લેતાં શીખવે છે માટે….. જૈન ધર્મ વ્રત લેતાં શીખવે છે માટે…..
1. હું તિથિના દિવસે લીલોત્તરી ત્યાગ કરીશ. 1. હું સૂતી વખતે ચૌવિહાર કરીશ.
2 હું સાત વ્યસનનો ત્યાગ કરીશ. 2. હું ઊઠતી વખતે નમસ્કાર સૂત્ર બોલીશ.
3 હું માંસાહારનો ત્યાગ કરીશ. 3. હું રોજ નવ વંદણા કરીશ.
4 હું ફટાકડા ફોડીશ નહિ. 4. હું માતાપિતાને પગે લાગી જયજિનેન્દ્ર કહીશ.
5. હું નોન વ્હેજ હોટેલમાં જમીશ નહિ. 5. હું કોઇને જમાડીને જમીશ.
6. હું સિલ્કના કપડાં પહેરીશ નહિ. 6  હું રોજ કોઇને મદદ કરીશ.
7. હું કંદમૂળ ખાઇશ નહિ.
 

શ્રાવકના પાંચ અભિગમ, કવિતા 20 થી 22

અભિગમ એટલે નિયમ.
પૂ. સાધુ સાધ્વીજીના દર્શન કરવા જતી વખતે ઉપાશ્રયમાં અથવા રસ્તામાં જ્યાં ભેટો થાય ત્યારે પાળવાના નિયમો.
સચિત ત્યાગ, અચિત રખ, ઉત્તરાસંગ કર જોડ,
કર એકાગ્ર ચિત્તકો, સબ ઝંઝટકો છોડ.
1. સચેતનો ત્યાગ
જેમાં જીવ હોય તે સચેત છે. તે લઇ ઉપાશ્રયમા જવું નહિ.
દા. ત. બધાં જ ફળ, ફૂલ, શાકભાજી, પાણી, મીઠુ, વોટર બોટલ, વોટર ગેમ્સ, મોબાઈલ, ક્વાર્ટઝ ઘડીયાળ, ઈલેકટ્રોનિક્સ ગેઝેટસ.
તેમાં રહેલ એકેન્દ્રિય જીવોને સ્પર્શવાથી ખૂબ જ વેદના થાય અથવા તે મરી જાય છે.
2. અચેતનો વિવેક
જેમાં જીવ ન હોય તે અચેત છે.
દા. ત. છત્રી, ચંપ્પલ, હેટ, કેપ વિગેરે ઉપાશ્રયની બહાર મૂકીને જવું.
3. ઉત્તરાસન
ગુરૂની સામે મુહપત્તિ બાંધીને જ બોલવું. ખૂલ્લે મોઢે ન બોલવું.
4. અંજલીકરણ
ગુરૂને બન્ને હાથ જોડી વિનયપૂર્વક વંદણા કરવી તથા મત્થએણ વંદામિ કહેવું.
5. મનની એકાગ્રતા
જ્ઞાન ભણવામાં મન રાખવું.

કવિતા 20 – હે ભગવાન
સુંદર તન દો, નિર્મલ મન દો,
વિદ્યા ધન દો, હે ભગવાન !
સત્ય વચન દો, બના મગન દો,
નયી લગન દો, હે ભગવાન !
હમ હૈ બચ્ચે, જ્ઞાન કે કચ્ચે,
અચ્છા બના દો, હે ભગવાન !
ધર્મી બના દો, કર્મી મિટા દો !
મુક્તિ મીલા દો, હે ભગવાન !
કવિતા 21 – જ્ઞાન વૃદ્ધિ
ઉદ્યમ કરે નિદ્રા તજે, ઉણોદરી તપ કરે,
થોડું બોલે તેનું સદા જ્ઞાન વધતું જાય છે.
પંડિતોની સંગત કરે, વડિલોનો વિનય કરે,
કપટ રહિત તપ જાણે, સંસાર અસાર છે.
શિખેલા જ્ઞાનને જે, વારંવાર ફેરવે છે,
જ્ઞાનવંત પાસે ભણે, તેનું જ્ઞાન વધે છે.
ઇન્દ્રિય તણા વિષય, વિકારોને જીતે જે,
અગિયાર કારણે જ્ઞાન વધે, જ્ઞાની જન બોલે છે.
કવિતા 22 – સાત કારણે જ્ઞાન ઘટે
આળસ કરે જ્ઞાન ઘટે, નિદ્રા જો અધિક લીયે,
કલેશ કરે, શોક કરે, તેનું જ્ઞાન ઘટે છે
ચિંતા કરે, રોગ રહે, કુટુંબમાં મોહ રાખે,
સાત કારણે જ્ઞાન ઘટે, જ્ઞાનીજન બોલે છે.

નવ ભેદ પુણ્ય, કવિતા 23 - શ્રાવકની ભાષા

JDP logo
JDP logo
JDP logo

જો આપણે મોક્ષમાં જવું હોય તો દીક્ષા લેવી જોઈએ.
માત્ર મનુષ્ય ભવમાં જ દીક્ષા લઇ શકાય છે.
આવતા ભવમાં મનુષ્ય ભવ મળે અને જૈનકુળ મળે તે માટે પુણ્ય
બાંધવું જોઈએ. તો બાળકો જુઓ પુણ્ય કેવી રીતે બંધાશે ?

1 અન્ન પુણ્ય – ગરીબને-ભૂખ્યાને જમાડીશું, કબુતરને ચણ નાંખશું, ગાય અને કૂતરાને રોટલી ખવડાવીશું, મને મળેલી બધી વસ્તુમાંથી હું બધાને ભાગ આપીશ.
2. પાણી પુણ્ય – તરસ્યાને પાણી પીવડાવીશું, ઘરે કોઇ મહેમાન આવે તેને પાણી આપીશું.
3. લયણ પુણ્ય – કોઈને રહેવા, બેસવાની જગ્યા આપીશું.
4. શયણ પુણ્ય – કોઇને સૂવા માટે પથારી કે પલંગ આપીશું.
5. વત્થ પુણ્ય – ગરીબોને વસ્ત્ર દાન આપીશું.
6. મન પુણ્ય – જગતનાં બધાં જીવો માટે સારા વિચારો કરીશું.
7. વચન પુણ્ય – દુઃખી લોકોને મીઠાં વચનો કહીશું.
8. કાય પુણ્ય – દાદા-દાદી વિ. ની સેવા કરીશું.
9. નમસ્કાર પુણ્ય – દેવ, ગુરૂ, ધર્મને વંદના અને વડીલોને વંદન કરીશું.
સેવા સેવા સેવા રે, વૃદ્ધોની કરું હું તો સેવા,
સેવાથી મળશે મેવા રે, વૃદ્ધોની કરું હું તો સેવા.

કવિતા 23 – શ્રાવકની ભાષાના 8 બોલ
પહેલે બોલે થોડુ બોલે, જરૂર પુરતું બીજે બોલે.
ત્રીજે બોલે મીઠું બોલે, ચતુરાઇથી ચોથે છે.
અહંકાર રહિત બોલે, મર્મકારી નહિ બોલે,
સાતમે બોલે સૂત્ર તણાં, ન્યાયથી બોલે છે.
આઠમે બોલે સર્વ જીવને, હિતકારી ભાષા બોલે,
આઠ બોલોનું ધ્યાન રાખી, સાચો શ્રાવક બોલે છે.

ઉઠતાં અને સૂતાં શું કરીશું ?

Click to toggle

1 એકવાર નમસ્કાર સૂત્ર.
2. ચૌવિહારનાં પચ્ચક્ખાણ કરૂં છું.
3. સંથારો  :- આહાર શરીર ઉપધિ, પચ્ચક્ખું પાપ અઢાર, મરણ આવે તો વોસિરે, પારું તો બોલી એક નવકાર.
4. શીખેલાં સામાયિકનાં બધાં પાઠ બોલી જવા.
5. ઘરમાં બધાંને સૂતાં પહેલાં મિચ્છામિ દુક્કડં કહેવું.
6. જગતનાં સર્વ જીવો સુખી થાઓ…સુખી થાઓ…સુખી થાઓ….!
આનંદ પામો…..આનંદ પામો…..આનંદ પામો…..
આખા જગતનાં સર્વ જીવોનું ભલું થાજો….ભલું થાજો., ભલું થાજો.
આખા દિવસમાં મેં કરેલાં પાપને વોસિરાવું છું.
આખા દિવસમાં બધાંએ કરેલી ધર્મક્રિયાની અનુમોદના કરું છું.
બધાં જીવોને ખમાવું છું…….ખમાવું છું…….ખમાવું છું….!

Click to toggle

1. ત્રણવાર નમસ્કાર સૂત્રનો કાઉસ્સગ્ગ.
2. ચૌવિહારનાં પચ્ચક્ખાણ હતાં તે પૂરાં થતાં પારું છું.
3. ત્રણ મનોરથ બોલવા..

  • ક્યારે હું સાચો શ્રાવક બનીશ ?
  • ક્યારે હું દીક્ષા લઇશ ?
  • ક્યારે હું સંથારો કરીશ ?

4. ઘરમાં દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી, ભાઈ-બહેન બધાંને “જયજિનેન્દ્ર” કહેવું.

Click to toggle

અચ્છે બચ્ચે જલ્દી ઉઠતે,
અપના કામ સમય પર કરતે,
સભી બડોંકો નમન કરતે,
ઇધર ઉધર નહિ આતે જાતે,
અપના રોફ નહિ જમાતે,
ઐસે બચ્ચે સબકો સુહાતે.